ધ્યાન માટે જરૂરી માનસિક પરિબળો

વિવેકબુદ્ધિ ધ્યાન

સામાન્ય રીતે, ધ્યાનના બે તબક્કા હોય છે: વિવેકબુદ્ધિ ધ્યાન અને સ્થિર ધ્યાન. વિવેકબુદ્ધિ ધ્યાનમાં, આપણે કાં તો પ્રગતિશીલ પગલાઓ અથવા તર્કની પંક્તિ દ્વારા કામ કરીએ છીએ, જેમ કે આપણે વિચારવાની પ્રક્રિયામાં કર્યું હતું, એવી માનસિક સ્થિતિ બનાવવા માટે જેનાથી આપણે પોતાને પરિચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કરુણાના કિસ્સામાં, આપણે આપણા પોતાના વેદનાનો વિચાર કરીને શરૂઆત કરીએ છીએ અને તેમાંથી મુક્ત થવાનો નિર્ધાર ઉત્પન્ન કરીએ છીએ. પછી, આને આધાર રાખીને, આપણે આપણી આસપાસના માણસોની વિશાળ ભીડની કલ્પના કરીએ છીએ અને સૌપ્રથમ આસક્તિ, પ્રતિકૂળતા અને ઉદાસીનતાથી મુક્ત, દરેક માટે આપણું મન અને હૃદય ખોલીએ છીએ. પછી, હજી પણ આ બધા જીવો પર ધ્યાન કેન્દ્રિત કરીને, આપણે તે બધા પરના આપણા આંતરજોડાણ અને પરસ્પર નિર્ભરતાને યાદ રાખવાથી શરૂ કરીને ક્રમમાં કામ કરીએ છીએ.

પછી, હજુ આ જીવો પર ધ્યાન કેન્દ્રિત કરતી વખતે, આપણે તેમના દ્વારા અનુભવેલી બધી વેદનાઓને યાદ કરીએ છીએ. તેથી ઘણી વાર તેઓ નાખુશ અને હતાશ હોય છે, અને કોઈપણ સુખ જે તેમને મળે છે તેઓ ક્યારેય ટકી શકતું નથી અને ક્યારેય સંતુષ્ટિ નથી થતી. તેઓ ખુશ રહેવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેઓ પોતાને ખુશ કરવા માટે જે કંઈ પણ કરે છે, જેમ કે તેમના દેખાવ વિશે વળગણ અથવા વધુ સામગ્રી એકઠી કરવી, તે ક્યારેય કામ કરતું નથી; તેઓ માત્ર તેમને વધુ સમસ્યાઓ લાવે છે. આપણે આપણી જાતને એ પણ યાદ અપાવીએ છીએ કે આપણે બધા એક જ પરિસ્થિતિમાં સાથે છીએ અને આપણને એકબીજાની મદદની જરૂર છે, કારણ કે જો દરેક સ્વાર્થી હશે, તો આપણે બધા સહન કરીશું.

આ રીતે, આપણે આપણી જાતને કરુણાની અનુભૂતિ કરવા માટે તૈયાર કરીએ છીએ, જેની સાથે આપણે આ વિશાળ જીવો ના જથ્થા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને તે બધાની માટે સમાન ઈચ્છા રાખીએ છે, કે તેમના તમામ વેદનાથી મુક્ત થાય અને વધુમાં, આ હેતુ સાથે કે આપણે વ્યક્તિગત રીતે તેમની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરવા માટે કંઈક કરશું.

વિવેકબુદ્ધિ ધ્યાન સાથે, આપણે પછી આ જીવોના સમૂહ પર કરુણા સાથે ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખીએ છીએ, પરંતુ તે જ સમયે, આપણે અવલોકન કરીએ છીએ, તે અર્થમાં કે આપણે એને સમજીએ અને ઓળખીએ છીએ, તે તમામ વિગતો અને મુદ્દાઓ જેમાંથી આપણે આ કરુણાની લાગણીને કેળવા પસાર થયા છીએ. આ માટે, આપણી કરુણાપૂર્વક મનની સ્થિતિમાં કુલ તપાસ અને સૂક્ષ્મ અવલોકનના પરિબળો શામેલ છે. પહેલાની સાથે, આપણે તપાસ કરીએ છે, એટલે માત્ર નોંધીએ છીએ, આપણા ધ્યાન કેન્દ્રિત કરવાના હેતુ વિશેનો સૌથી સામાન્ય મુદ્દો શોધી કાઢીએ છીએ, આ કિસ્સામાં એ છે કે તેમના વેદના થાય છે. પછીના સાથે, આપણે તેઓ જે વિવિધ પ્રકારની વેદના અનુભવે છે તેની તમામ વિગતોનો ભેદભાવ કરીએ છીએ. બંનેના સંયોજનથી, આપણે વસ્તુ વિશેના આ બધા મુદ્દાઓને સમજીએ છીએ અને ઓળખીએ છીએ, એક મનની સ્થિતિમાં એકસાથે સંશ્લેષણ કરીએ છીએ, કંઈક અંશે વિગતવાર, ઊંડાણપૂર્વકની સમજણની જેમ, પરંતુ દરેક મુદ્દા પર એક પછી એક ગયા વિના અથવા તેને આપણી મનમાં શાબ્દિક કર્યા વિના. જો આ વિગતોની આપણી શોધ અને સમજશક્તિ નબળી પડી જાય, તો આપણે ફરી એક પછી એક તમામ મુદ્દાઓને જોઈએ છીએ, અને પછી વધુ એક વખત કરુણા ઉત્પન્ન કરીએ છીએ, સંપૂર્ણ તપાસ અને સૂક્ષ્મ સમજદારી અને એકાગ્રતાને ભરીએ છીએ.

સ્થિર ધ્યાન

આપણે સ્થિર ધ્યાન સાથે વિવેકબુદ્ધિ ધ્યાનને અનુસરીએ છીએ. હવે આપણે સમાન કરુણા સાથે જીવોના આ સમૂહ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખીએ છીએ, પરંતુ આ વખતે તેમની વેદનાની સંપૂર્ણ તપાસ અથવા સૂક્ષ્મ સમજણ વિના, પરંતુ તેઓ સહન કરે છે તે સમજણ અને સચેતતા સાથે.

તે ધ્યાનની પ્રક્રિયા છે; તમે કઈ રીતે કોઈ વસ્તુને એકીકૃત કરો છો, તમારી જાતને તેની આદત પાડો છો. અને પછી ભલે આપણે ધ્યાનના એક પ્રકાર વિશે વાત કરી રહ્યા જોઈએ જેમાં તમે કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરો છો, અથવા એક પ્રકારનું ધ્યાન જેમાં તમે ફક્ત એક મનની સ્થિતિમાં જ રહો, અથવા જે બંનેને જોડે છે, આ બધાની દ્રષ્ટિએ તે પ્રક્રિયાઓ અને આ બધી વિગતો બરાબર સમાન છે.

વિવેકબુદ્ધિ અને સ્થિર ધ્યાનને એકબીજાથી તફાવત કરવો

પરમ પવિત્ર દલાઈ લામા તમારી માનસિક પ્રવૃત્તિની ઊર્જાના સંદર્ભમાં વિવેકબુદ્ધિ ધ્યાન અને સ્થિર ધ્યાન વચ્ચેના તફાવતને સમજાવે છે. આ બેનેનો તફાવત કરવાની આ ખૂબ જ નાજુક, ખૂબ જ શિષ્ટ રીત છે. વિવેકબુદ્ધિ ધ્યાન સાથે, તમારા ધ્યાનની ઊર્જા બહારની તરફ જાય છે, તે અર્થમાં કે તે કંઈકની બધી વિગતોનું અવલોકન  કરે છે. સ્થિર ધ્યાન સાથે, તમારા ધ્યાનની ઉર્જા અંદરની તરફ જાએ છે, એ અર્થમાં કે ભાવના અથવા સમજણને બરાબર મનમાં ડૂબવા દેવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, મુખ્ય મુદ્દાઓ ના સચેતતાના આધારે જેના તરફ વિવેકબુદ્ધિ ધ્યાને આપણને દોરી જાય છે. ઉર્જા વિવેકબુદ્ધિ ધ્યાનની જેમ વિગતો સાથે ફેલાતી નથી, પરંતુ મુખ્ય મુદ્દાને માન આપીને સંકુચિત છે.

કરુણા સાથે કોઈને પારખવા - ઊર્જા, એક અર્થમાં, તેની તમામ વિગતમાં ઊંડા જવું - અને તે કરુણાને સ્થિર કરવી, જ્યાં ઊર્જા વધુ કેન્દ્રિત છે તે વચ્ચેના તફાવતને પારખવામાં સક્ષમ બનવું ખૂબ જ અદ્યતન છે. આ મનને શાંત કરવાથી મલથા ફાયદા માંથી એક છે. જો તમે તમારા માથામાં ચાલી રહેલા તમામ ઘોંઘાટ (સતત વાત, સતત ટિપ્પણી, તમારા આઈપોડ પર સતત વાગતું સંગીત) ને શાંત કરવામાં, ઓછામાં ઓછા અમુક અંશે સફળ થાઓ, તો પછી તમે તમારી ઊર્જા તરફ સંવેદનશીલ બનવાનું શરૂ કરી શકો છો, અને તમે કહી શકો છો કે તમારી માનસિક ઊર્જા કઈ સ્થિતિમાં છે.

તમારી ઊર્જા પ્રત્યે સંવેદનશીલ બનવાની શરૂઆત કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તમારી ઊર્જા અસ્તવ્યસ્ત છે કે શાંત છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું. ઉદાહરણ તરીકે, તમે ગુસ્સો, ભય, ચિંતા, લોભ અથવા ઘમંડ જેવી ખલેલ પહુંચાડતી લાગણીના પ્રભાવ હેઠળ છો કે નહીં તે જાણવાનો માર્ગ એ છે કે તમારી ઊર્જા શાંત નથી. જ્યારે તમે કોઈની સાથે વાત કરી રહ્યાં હોવ, જો તમે તમારા પેટમાં ચુસ્તતા અનુભવી શકો છો, તે દર્શાવે છે કે તમારી ઊર્જા થોડી અસ્વસ્થ છે, તો તે એક ખૂબ જ સારો સંકેત છે કે અમુક પ્રકારની ખલેલ પહુંચાડતી લાગણી સામેલ છે. તમે વ્યક્તિને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરો છો, અથવા તેમને કંઈક સમજાવવાનો પ્રયાસ કરી રહ્યાં છો, અથવા કોઈ આક્રમકતા છે - તેમાંથી કોઈપણ સૂચવે છે કે તમારા મનમાં કંઈક ખલેલ પહોંચાડી રહ્યું છે. એકવાર તમે ઓળખી શકો કે કંઈક ખોટું છે, પછી તમારી પાસે તમારી વિચાર પ્રક્રિયાને પુનઃપ્રારંભ કરવાની તક છે - એક અર્થમાં તમારા મનને રીબૂટ કરવાની અને તમારી ક્રિયાપ્રતિક્રિયા પાછળ રહેલી લાગણીને બદલવાની અને વધુ આરોગ્યપ્રદ વિચારોને બદલવાની તક છે. ખાસ કરીને કોઈની સાથેની ક્રિયાપ્રતિક્રિયામાં, તમારે ખરેખર ખલેલ પહોંચાડતી લાગણીઓને શોધવામાં સક્ષમ બનવાની જરૂર છે.

સમય જતાં, અને અભ્યાસ સાથે, તમે આખરે વિવેકબુદ્ધિ ધ્યાનની બાહ્ય વ્યાપક ઊર્જા અને સ્થિર ધ્યાનની આંતરિક, સાંકડી ઊર્જાનો તફાવત કરવામાં સક્ષમ થવા માટે એટલા સંવેદનશીલ બનશો.

એકાગ્રતા પ્રાપ્ત કરવા માટે જરૂરી પરિબળો

એકાગ્રતા પ્રાપ્ત કરવા માટે જરૂરી પરિબળો વિવેકબુદ્ધિ અને સ્થિર ધ્યાન બંને માટે સામાન્ય છે. શાંતિદેવ તેમના લખાણ, બોધિચર્યાવતાર, માં નૈતિક શિસ્ત વિકસાવવાના સંદર્ભમાં તેની ચર્ચા કરે છે. તેથી પહેલા આપણે કેવી રીતે વર્તન કરીએ છીએ અને બોલીએ છીએ તેના કુલ વર્તણૂકમાં આ પદ્ધતિઓ વિકસાવવાની જરૂર છે અને પછી તેને આપણા મનમાં લાગુ કરવી જોઈએ.

મુખ્ય માનસિક પરિબળ જે આપણને બંને કિસ્સાઓમાં જોઈએ અને તેનો ઉપયોગ કરીએ છીએ તે સચેતતા છે, જે માનસિક ગુંદર જેવું છે જે મનની સ્થિતિ અથવા વર્તનની રીતને પકડી રાખે છે. તે "યાદ રાખવા" થી સમાન શબ્દ છે, પરંતુ આપણે યાદ રાખવાની વાત આપણી મેમરી ફાઇલમાંથી કંઈક કાઢીને તેને યાદ કરવાના સંદર્ભમાં નથી વાત કરી રહ્યા. એવું નથી. તે કંઈક પકડી રાખવું છે; યાદ રાખવું છે. આપણે જે વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ અને જે રીતે મન તેની સાથે સંબંધિત કરે છે તેના માટે આપણી પાસે માનસિક ગુંદર હોવું જરૂરી છે.

સચેતતા સાથે ધ્યાન કરતી વખતે, આપણે આપણી માનસિક પકડ પર નજર રાખીએ છીએ. ત્સોંગખાપા સમજાવે છે કે અહીં આપણે કુલ તપાસના માનસિક પરિબળનો ઉપયોગ કરીએ છીએ તે જોવા માટે કે શું, સામાન્ય અર્થમાં, આપણી મનની સ્થિતિ ખલેલ પહોંચાડતી લાગણીઓ, માનસિક ભટકતા અથવા નીરસતાના પ્રભાવ હેઠળ આવી રહી છે. તે નોંધપાત્ર છે કે તે સૂક્ષ્મ વિવેકબુદ્ધિને બદલે કુલ તપાસનો ઉલ્લેખ કરે છે. સૂક્ષ્મ વિવેકબુદ્ધિ ખૂબ જ વિગતવાર તપાસવામાં સામેલ થત, જેથી આપણું ધ્યાન મુખ્યત્વે તમારા ધ્યાન કેન્દ્રિત કરવાના હેતુ પર નહીં રહે. ધ્યાનમાં એક મોટો ખતરો છે કે આપણે ખૂબ જ પેરાનોઈડ થઈ શકીએ છીએ કે આપણે વસ્તુ ગુમાવીશું અને આપણે ભટકવાનું શરૂ કરીશું, તેથી આપણે સખત અને તંગ બની જઈએ છીએ. આ એક મોટી સમસ્યા બનાવે છે. બીજી બાજુ, તમે ખૂબ હળવા અને ઢીલા થવા માંગતા નથી; તે બિલકુલ મદદ કરતું નથી.

પછી આપણને સતર્કતાની જરૂર છે, જે એલાર્મ સિસ્ટમ જેવું છે. જ્યારે આપણે ખબર પડે છે કે આપણે ધ્યાનનો હેતુ ગુમાવી રહ્યા છીએ, ત્યારે સતર્કતા એલાર્મ વગાડે છે - કંઈક સુધારવાની જરૂર છે. પછી આપણે એકાગ્રતા સાથે, પાછું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.

જે ખામીઓ સુધારવાની જરૂર છે

જે બે ખામીઓમાંથી આપણે છુટકારો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે બે મુખ્ય શ્રેણીઓમાં આવે છે: "ઉડતું મન" અને "માનસિક નીરસતા." ઉડતું મન એ છે કે જ્યાં આસક્તિ કે ઈચ્છાને લીધે આપણને માનસિક વિચલન હોઈ છે. તે મૌખિક વિચારસરણી અથવા માનસિક ફિલ્મોનું સ્વરૂપ લઈ શકે છે. મોટાભાગના પરંપરાગત ગ્રંથો જાતીય જોડાણના સંદર્ભમાં આ ઉડાન વિશે ચર્ચા કરે છે, કદાચ કારણ કે તે સમયે મુખ્ય પ્રેક્ષકો બ્રહ્મચારી સાધુઓ અને સાધ્વીઓ હતા, જેમના માટે જાતીય જોડાણને દૂર કરવાનો મુદ્દો કેન્દ્રિય હતો. પરંતુ તે ખોરાક અથવા સંગીત અથવા કોઈપણ વસ્તુ સાથે જોડાણ હોઈ શકે છે. માનસિક વિચલન, તેનાથી વિપરીત, કોઈપણ ખલેલ પહુંચાડતી લાગણી, વિચાર, અથવા તો અવાજ અથવા કોઈ અન્ય સંવેદનાત્મક વિઘ્નને કારણે થઈ શકે છે. વધુ સામાન્ય શબ્દ તરીકે, માનસિક વિચલનને "વિક્ષેપ" પણ કહી શકાય.

ઉડતાં મનના ઘણા સ્તર છે, જે વસ્તુ અથવા લાગણી પર આપણી એકાગ્રતા મૂકવાની સાથે વ્યવહાર કરે છે.

  • કુલ ઉડાન - તમે વસ્તુ પર સંપૂર્ણપણે પકડ ગુમાવો છો અને તમામ પ્રકારની વસ્તુઓ વિશે વિચારવાનું શરૂ કરો છો. સચેતતા, જે માનસિક ગુંદર છે, તે એટલી નબળી છે કે તમે વસ્તુને સંપૂર્ણપણે ભૂલી જાઓ છો.
  • સૂક્ષ્મ ઉડાન - તમે વસ્તુને સંપૂર્ણ રીતે જવા દેતા નથી પરંતુ, વસ્તુને પકડી રાખવાની સાથે જ, એક અંતઃપ્રવાહ છે કે તમે કંઈક બીજું વિશે વિચારો છો.
  • સૌથી સૂક્ષ્મ ઉડાન - તમારી પાસે આ અંતઃપ્રવાહ પણ નથી, પરંતુ વસ્તુને છોડીને કંઈક બીજું વિચારવા માટે એક પ્રકારની ખંજવાળ છે. આ વાસ્તવમાં ત્યારે થઈ શકે છે જ્યારે માનસિક પકડ ખૂબ જ દૃઢપણે દબાઈ જાય છે.

માનસિક નીરસતા વસ્તુની સ્પષ્ટતા સાથે વ્યવહાર કરે છે, જો તે વૈચારિક છબી હોય તો તેનો દેખાવ અથવા જો તે કરુણા જેવી મનની સ્થિતિ હોય તો તે લાગણી હોઈ શકે છે.

  • કુલ નીરસતા - તમારા મનનું "દેખાવ બનાવવાનું" કાર્ય એટલું નબળું છે કે તે કોઈપણ વૈચારિક છબી અથવા લાગણીને જન્મ આપી શકતું નથી. આની સાથે અન્ય બે પરિબળો હોઈ શકે છે, જેને "ધુમ્મસવાળું માનસિકતા" તરીકે ઓળખવામાં આવે છે, જે શરીર અને મનમાં ભારે લાગણી છે, અથવા નિંદ્રા અને ઊંઘ પણ છે.
  • સૂક્ષ્મ નીરસતા - એક દેખાવ છે, પરંતુ તેના પર પકડ પૂરતી દૃઢ નથી અને તેથી તે તીક્ષ્ણતાનો અભાવ છે. આપણે અહીં માત્ર વૈચારિક છબી ની વિગતો પર તીક્ષ્ણ ધ્યાન કેન્દ્રિત કરવા વિશે વાત કરી રહ્યા નથી, પરંતુ લાગણી પણ ધ્યાન કેન્દ્ર ની બહાર હોઈ શકે છે, જેમ કે કરુણા. તે માત્ર એક ખૂબ જ અસ્પષ્ટ લાગણી હોઈ શકે છે, "પ્રેમ, શાંતિ, હું દરેકને પ્રેમ કરું છું" - તમે એક લાગણી પેદા કરી રહ્યાં છો, પરંતુ તેમાં ચોક્કસ ધ્યાન કેન્દ્રનો અભાવ છે જે દરેક વ્યક્તિની વેદનાથી અને વેદનાના કારણો થી મુક્ત થવાની ઇચ્છા છે. આપણે યાદ રાખવું જોઈએ કે દરેક વિગત, મનની સ્થિતિનું દરેક પાસું જે આપણે પેદા કરવા માંગીએ છીએ તે ખૂબ જ ચોક્કસ છે – તે અસ્પષ્ટ ન હોવું જોઈએ.
  • સૌથી સૂક્ષ્મ નીરસતા - જ્યારે તમારું મન વસ્તુને જન્મ આપે છે ત્યારે તમારું ધ્યાન તીક્ષ્ણ હોય છે, પરંતુ જાળવણી ખૂબ દૃઢ નથી અને તેથી તે તાજી, આબેહૂબ અથવા જીવંત નથી. તે દરેક ક્ષણે તાજી હોવી જોઈએ, વાસી પાઉંની જેમ નહીં કે જે ખૂબ જૂની અને સખત થઈ ગઈ હોઈ અને બહુ સારી નથી.

જ્યારે આપણે "સ્પેસડ આઉટ" હોવાની વાત કરીએ છીએ, ત્યારે તે ઉપરોક્ત કોઈપણ ખામીને સંદર્ભિત કરી શકે છે, તેથી જ્યારે આમાંથી કોઈ પણ ઉદ્ભવે છે ત્યારે આપણે તે શોધવા માટે સક્ષમ બનવાની જરૂર છે. સૌપ્રથમ, તમે વસ્તુ અથવા મનની સ્થિતિ પર તમારી માનસિક પકડ નિર્ધારિત કરો. પછી સચેતતા સાથે, જે માનસિક ગુંદર છે, એને નહીં જવા દો.

સફળ ધ્યાન માટે આ સૌથી મહત્વપૂર્ણ પરિબળ છે. પકડો, પરંતુ ખૂબ દૃઢતા થી નહીં અને ખૂબ ઢીલું નહીં. ઉદાહરણ તરીકે, જ્યારે તમે આહાર પર પરેજી પાળતા હોવ અને બેકરી પાસેથી પસાર થાઓ અને બારીમાં બધી સુંદર કેક હોય, ત્યારે તમારે તમારા પરેજીને પકડી રાખવું પડશે, પકડી રાખવું પડશે અને છોડવું નહીં, જેથી તમે દુકાનમાં જઈને ચોકલેટ કેકનો ટુકડો ન ખરીદો. અથવા, તેઓ ટેબલ પર દરેકને આઈસ્ક્રીમ પીરસે છે અને તમે પકડી રાખો અને તમારા આહાર પર પરેજીને છોડશો નહીં, "ના આભાર, હું આહાર પર પરેજી પાળું છું."

તેથી આપણે ખોટા માર્ગે જઈ રહ્યા છીએ કે નહીં તે જોવા માટે, તપાસની જરૂર છે. “શું મારા માનસિક નિયુક્તિમાં અને વસ્તુના પકડ પર કોઈ ખામી છે? શું મારા મન જોડે કઈ ખોટું છે જે વસ્તુ કે લાગણીને જન્મ આપે છે?” જો આપણે કોઈ ખામી શોધીએ, તો સતર્કતા આંતરિક એલાર્મ વગાડે છે અને એકાગ્રતા આપણું ધ્યાનનું કેન્દ્ર પાછું લાવે છે. તે જ સમયે, આપણે તેના વિશે પેરાનોઇડ પોલીસ ન બનવું જોઈએ, જ્યાં "હું" જે પોલીસ છે અને "હું" જે ધ્યાન કરી રહ્યો છે તે વચ્ચે આ દ્વિવાદ છે. આવા દ્વૈતવાદી ધ્યાનને ટાળવા માટે, આપણી પાસે સ્વની શૂન્યતા (ખાલીપણું) વિશે થોડી સમજ હોવી જરૂરી છે - આપણે આ અશક્ય દ્વૈતવાદી રીતે અસ્તિત્વથી સંપૂર્ણપણે વંચિત છીએ.

ધ્યાનમાં પ્રશિક્ષિત કૌશલ્યોનો વ્યવહારુ ઉપયોગ

સચેતતા અને એકાગ્રતા સાથે કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા એ એવું કંઈક છે જેની આપણને રોજિંદા જીવનમાં જરૂર છે. એટલે જ આપણે ધ્યાનનો અભ્યાસ કરીએ છીએ: આપણે જે ફાયદાકારક ટેવો વિકસાવીએ છીએ તે આપણા જીવનમાં લાગુ કરવામાં સક્ષમ થવા માટે. દાખલા તરીકે, જ્યારે આપણે કોઈની સાથે વાત કરતા હોઈએ અથવા તેમને સાંભળીએ ત્યારે આપણે એકાગ્રતા રાખવાની જરૂર છે. આપણે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, અને જમવા વિશે વિચારવાની અથવા માનસિક રીતે મૌખિક રીતે બોલવાની જરૂર નથી, "અરે ચૂપ થાઓ અને જાઓ." તેથી વ્યક્તિગત ક્રિયાપ્રતિક્રિયાઓ, આપણું કામ, આપણું ભણતર અને તેથી વધુ એકાગ્રતાની અભ્યાસ માટે યોગ્ય ક્ષેત્રો છે.

ચાર આધાર

આપણા ધ્યાનમાં એકાગ્રતા મેળવવા માટે કામ કરતી વખતે આપણને જે બે બાબતોની જરૂર હોય છે તે છે જોમ (ઘણી વખત "ખંત" કહેવાય છે) અને ધીરજ. જોમ મજબૂત છે, લગભગ પરાક્રમી હિંમત અને કંઈક સકારાત્મક સિદ્ધ કરવા માટેનો પ્રયાસ; જ્યારે ધીરજ એટલે નિરાશ કે ગુસ્સે થયા વિના તમામ હાડમારીઓ અને મુશ્કેલીઓ સહન કરવાની ક્ષમતા. શાંતિદેવ, તેમના લખાણ, બોધિચર્યાવતાર માં છ પરિબળો સમજાવે છે જે આપણને જોમ વિકસાવવામાં મદદ કરી શકે છે. તેને ચાર આધાર અને બે બળો તરીકે ઓળખાય છે, અને તે જાણવું અને તેની સાથે કામ કરવું ઉપયોગી છે.

પ્રથમને દ્રઢ પ્રતીતિ અથવા દ્રઢ આકાંક્ષા કહેવામાં આવે છે. "આકાંક્ષા" એ ઈચ્છા માટે એક મજબૂત શબ્દ છે અને તેને ધ્યેય હાંસલ કરવાના ફાયદા અને તેને પ્રાપ્ત ન કરવાના ખામીઓ વિશે નિશ્ચિતપણે ખાતરી હોવા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, તેથી તેને પ્રાપ્ત કરવાની આકાંક્ષાને વિચલિત નથી કરી શકાતી અથવા પાછી ફેરવી શકાતી નથી. જ્યારે આપણે આપણી બૌદ્ધ અભ્યાસ દ્વારા આપણે જે વિવિધ માનસિક સ્થિતિઓ પ્રાપ્ત કરવા માંગીએ છીએ તે વિશે વાંચીએ છીએ, ત્યારે પ્રસ્તુતિ લગભગ હંમેશા પ્રથમ તેને પ્રાપ્ત કરવાના ફાયદા અને ન કરવાના ગેરફાયદા આપશે. આને ભણવું મહત્વપૂર્ણ છે. શાંતિદેવ તેમના લખાણમાં આ માળખુંને અનુસરે છે, જેનો પ્રથમ પ્રકરણ બોધચિત્ત પર છે. મનની આ સ્થિતિ હોવાના ફાયદા વિશે આપણને ખાતરી થઈ જાય છે, અને આ આપણને શક્તિ આપે છે અને તેના માટે કામ કરવામાં આપણને આનંદ આપે છે. જ્યારે પણ આપણે નિરુત્સાહ થઈએ છીએ, ત્યારે આપણે જે હાંસલ કરવાનું લક્ષ્ય રાખીએ છીએ તેના ફાયદાઓ વિશે પોતાને યાદ કરાવું સારું છે.

આગળ છે અડગતા અથવા આત્મવિશ્વાસ. “અડગ” નો અર્થ એ થાય છે કે અભ્યાસમાં સ્થિર અને ખંત રહેવું, જે તપાસવાથી આવે છે કે આપણને જોઈતું ધ્યેય હાંસલ કરવામાં આપણે સક્ષમ છીએ કે નહીં, અને ખાતરી કરવી કે આપણે છીએ. આત્મવિશ્વાસ સાથે, પછી, આપણે આપણી જાતને સ્થિરપણે લાગુ કરીએ છીએ, ભલે પ્રગતિ વધે કે નીચે જાય, જે શું થાય છે તેની વાસ્તવિકતા છે. કેટલાક દિવસો સારા જશે, અને અન્ય ખરાબ હશે. કેટલાક દિવસો આપણે જવા માટે ઉત્સુક હોઈશું, અને અન્ય દિવસે આપણે અભ્યાસ કરવા માંગતા નથી. પરંતુ જો આપણે ફાયદાઓ વિશે ખાતરી હોઈ, જો આપણી પાસે ખંત હોય, જેને બખ્તરના પોશાકની જેમ વર્ણવવામાં આવે છે, તો આપણે વિચારીશું, "તે વાંધો નથી. તે ઉપર કે નીચે જાય છે તેની મને પરવા નથી, હું દરરોજ સતત ચાલુ રાખીશ. હું જાણું છું કે આખરે, મારું ધ્યેય પ્રાપ્ત કરવું શક્ય છે.

જેમ જેમ આપણે લાંબા સમય સુધી પ્રગતિ કરતા જઈએ, તેમ આપણે વધુ એકાગ્ર થવાનું ધીમે ધીમે વલણ જોશું, અને આપણે આગળનો આધાર વિકસાવીએ છીએ, જે આનંદ છે. આપણે માત્ર થોડી પ્રગતિથી સંતુષ્ટ નથી, તેથી આપણે આત્મસંતોષની ભાવના સાથે આગળ અને આગળ વધવામાં ખૂબ આનંદ લઈએ છીએ. પરિણામ એ છે કે દેખીતી રીતે આપણે વધુ ખુશ થઈશું, કારણ કે સમગ્ર મુદ્દો વેદનાને દૂર કરવાનો છે. જેમ જેમ આપણું મન ઓછું વિચલિત, ઓછું નિરાશ અને ઓછું વિક્ષેપિત થશે, અલબત્ત, આપણે વધુ ખુશ થઈશું. આ જોઈને, આપણે વધુ આગળ વધવા અને વધુ પ્રગતિ કરવા માટે ખરેખર ઉત્સાહિત થઈએ છીએ.

ચોથો આધાર આરામ છે, જેનો અર્થ છે કે જ્યારે આપણે થાકી જઈએ ત્યારે વિરામ લેવો. આ આળસના કારણે નથી, પરંતુ પોતાને તાજું કરવા માટે છે. ખૂબ જ સખત દબાણ કરવા કરતાં આપણા પ્રયત્નોને વધુ ખરાબ કંઈપણ નષ્ટ કરતું નથી, જેના કારણે આપણે બહુ વધારે થાકી જઈએ છીએ. ખૂબ જ સખત દબાણ કરવાથી શરીરની ઉર્જાઓને અસ્વસ્થ કરે છે - જેમ કે ફુગ્ગાને ફાટવાના શણ સુધી દબાવવું. આપણે આપણી જાતને આકારણી કરવા અને ક્યારે આરામની જરૂર છે તે નિર્ધારિત કરવામાં સક્ષમ બનવાની જરૂર છે - અને તેના વિશે આપણે દોષિત ન અનુભવું જોઈએ! એવું કંઈક પસંદ કરવું સારું છે જે આપણને આરામ કરવામાં મદદ કરશે પણ આપણી ખલેલ પહોંચાડતી લાગણીઓને વધારશે નહીં. દેખીતી રીતે આ દરેક વ્યક્તિ માટે અલગ હશે. જોમના આ ચાર આધાર છે.

બે બળો

હવે આવો છે બે બળો. સૌપ્રથમ સ્વાભાવિક રીતે સ્વીકારવું છે, જેનો અર્થ એ છે કે આપણા લક્ષ્યો સુધી પહોંચવા માટે આપણે જે અભ્યાસ કરવાની જરૂર છે અને જેમાંથી આપણે છૂટકારો મેળવવાની જરૂર છે તે કુદરતી રીતે સ્વીકારવું. આપણે આપણી પરિસ્થિતિની વાસ્તવિકતા જોઈએ છીએ અને સ્વાભાવિક રીતે જ મુશ્કેલીઓનો સ્વીકાર કરીએ છીએ જે આપણી જાતને મુક્ત કરવામાં સામેલ છે, ઉદાહરણ તરીકે, ખલેલ પહોંચાડતી લાગણીઓ થી. આપણે શરૂઆતમાં વાસ્તવિક બનવાની જરૂર છે જેથી પછીથી આશ્ચર્ય ન થાય, કે તે કેટલું મુશ્કેલ હોઈ શકે!

જેમ કે પરમ પવિત્ર દલાઈ લામા વારંવાર કહે છે, "કોઈપણ બૌદ્ધ શિક્ષક અથવા વ્યક્તિ જે દાવો કરે છે કે બૌદ્ધ ધર્મ સરળ અને ઝડપી છે - તે વ્યક્તિ અને તેમની પ્રેરણા વિશે ખૂબ જ શંકાસ્પદ રહો, કારણ કે તે બિલકુલ સરળ અથવા ઝડપી નથી. આપણે ખલેલ પહોંચાડતી લાગણીઓથી એટલા ટેવાયેલા છીએ કે તેમાંથી છૂટકારો મેળવવાનો એક ગોળી લેવા જેવો કોઈ સરળ રસ્તો નથી.” મારા અન્ય એક શિક્ષક, ગેશે નગાવાંગ ધારગ્યેય હંમેશા કહેતા હતા, “કોઈપણ વ્યક્તિ જે બૌદ્ધ ધર્મમાં સરળ અને ઝડપી માર્ગો તરફ આકર્ષાય છે, તે મૂળભૂત રીતે આળસને કારણે છે. તેઓ ખરેખર જરૂરી હોય તેવી સખત મહેનત કરવા માંગતા નથી.”

બીજું બળ છે નિયંત્રણ લેવું, જેનો અર્થ છે કે આપણે જે પ્રાપ્ત કરવા માંગીએ છીએ તેના પર નિયંત્રણ મેળવવું અને પોતાને લાગુ કરવું. આપણી આળસ અથવા અન્ય કોઈપણ ખલેલ પહોંચાડતી લાગણીઓને નિયંત્રણ આપવાના બદલે, લક્ષ્ય હાંસલ કરવાની આપણી આકાંક્ષા છે જે નિયંત્રણ લે છે. આપણે આપણી જાતને કહીએ છીએ, “બાળક જેવું વર્તન કરવાનું બંધ કરો. વ્યવસ્થિત થાઓ અને બસ કામ કરો!”

થાક કે આળસ?

કોઈ વિચારી શકે છે કે આપણે થાક અને આળસ વચ્ચે કેવી રીતે તફાવત કરી શકીએ? પ્રથમ, આળસના વિવિધ પ્રકારો હોય છે, જેમ કે જ્યારે આપણે તુચ્છ બાબતોથી વિચલિત થઈએ છીએ. આપણે આપણું ધ્યાન અથવા અભ્યાસ અથવા ગમે તે કરવા માટે ખૂબ આળસુ છીએ અને તેના બદલે ટેલિવિઝન પ્રોગ્રામ અથવા ઇન્ટરનેટ સર્ફિંગ દ્વારા વિચલિત થઈએ છીએ. પછી વસ્તુઓને પછી સુધી મુલતવી રાખવાની આળસ છે, જ્યાં તમે હંમેશા વિચારતા હોવ છો કે તમે વસ્તુઓ મુલતવી રાખી શકો છો. પછી ત્યાં એક પ્રકારની આળસ પણ છે જ્યાં તમે બહાના બનાવો છો, જેમ કે "હું આ કરી શકતો જ નથી."

જ્યારે આપણે થાકી જઈએ છીએ, ત્યારે પણ આપણે તે કરવા સક્ષમ બનવાની ઈચ્છા ધરાવીએ છીએ: “હું ખરેખર તે કરવા માંગુ છું, પરંતુ મને હવે ખૂબ ઊંઘ આવે છે, તેથી હું થોડો આરામ કરીશ અને પછી હું એને કરવાનો સંપૂર્ણ ઈરાદો રાખું છું." આ બહાનું બનવું અથવા કાળજી નથી એવું નથી. આળસમાં ખરેખર આગળ ચાલુ રાખવાની આ ઇચ્છા નથી હોતી.

સારાંશ

ધ્યાન કરવું સહેલું નથી, અને અવિશ્વસનીય અનુભૂતિઓ હાંસલ કરવાની ઝડપી રીતો હોવાનો દાવો કરનારા કોઈપણથી સાવચેત રહેવાની જરૂર છે કારણ કે, સામાન્ય રીતે કહીએ તો, આવું ક્યારેય થતું નથી.

આપણું ધ્યાન એક સક્રિય પ્રક્રિયા હોવું જરૂરી છે, કંઈક નીરસ અથવા કંટાળાજનક નહીં, જ્યાં આપણે જે શિક્ષણ સાંભળ્યું છે અને તેના વિશે વિચાર્યું છે તે આપણે ઊંડાણપૂર્વક સમજીએ છીએ. જો આપણે આ કરી શકીએ તો, દિવસેને દિવસે, વર્ષ-વર્ષે, તેમાં કોઈ શંકા નથી કે ઉપદેશો જડિત થઈ જશે અને જ્યારે સમસ્યાઓ અથવા નકારાત્મક લાગણીઓ ઊભી થશે, જેમ કે તેઓ થશે જ, આપણે આખરે તેનો સહજતાથી સામનો કરી શકીશું.

Top